સ્વાસ્થ્ય માટે યુવાન 61 દિવસથી સાયકલ પ્રવાસ કરી રહ્યો છે, યાત્રાધામ દ્વારકા પહોંચ્યો
વાપીનો પરમવીર સાયકલ વીર આજે દ્વારકા પહોંચ્યો હતો. દ્વારકામાં ઓલ ઇન્ડિયા સાયકલથી પરિભ્રમણ કરતો યુવાન 20 માર્ચે વાપીથી નીકળી આજે ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યો હતો.
દેવભૂમિ દ્વારકા: વાપીનો પરમવીર સાયકલ વીર આજે દ્વારકા પહોંચ્યો હતો. દ્વારકામાં ઓલ ઇન્ડિયા સાયકલથી પરિભ્રમણ કરતો યુવાન 20 માર્ચે વાપીથી નીકળી આજે ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યો હતો. આ પરમવીર નામનો યુવાન 61 દિવસથી સાયકલ પ્રવાસ કરી રહ્યો છે. પરમ વીરે સાયકલ ખુદ પોતે જાતે બનાવી છે. જે 9.5 ફૂટ લાંબી સાયકલ છે. પરમવીર કહે છે કે વર્લ્ડમાં નવ ફૂટ લાંબી સાયકલ આ એક માત્ર છે.
પરમવીર લોકોને સંદેશ આપે છે કે સ્વાસ્થ્ય માટે સાયકલ સારી છે. આ સંદેશ લઇ તે ભારત ભ્રમણ માટે નીકળ્યો છે. પરમવિરને દરેક શહેરમાં ગામમાં આવકાર મળી રહ્યો છે. પરમવીર જણાવે છે કે સાયકલનાં ઘણા લાભ છે અને એક પણ ગેર લાભ નથી છતાંયે લોકો સાયકલ ચલાવતા નથી. આ માટે તે લોકોને સમજાવતો સમજાવતો આ સાયકલ ભ્રમણ કરી રહ્યો છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાનમાં નહીં જોવા મળે કોઈ ખાસ ફેરફાર. કોઈ પણ વિસ્તારમાં હીટવેવની શક્યતા નથી. વિવિધ શહેરોમાં 41થી 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતવરણ સુકુ રહશે. વરસાદની આગાહી નથી. મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. હિટવેવની આગાહી નથી. પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. પશ્ચિમ તરફથી હવા આવવાથી બફારો રહેશે.
હિટવેવની આગાહી નથી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે
હવામાન વિભાગ દ્વારા ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે.
કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું, જાણો શું કાળજી રાખવી જોઈએ
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. હિટવેવ અને કાળઝાળ ગરમી દરમિયાન નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધ અને અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં ખાસ કાળજી રાખવી જોઈએ. સીધા સુર્યપ્રકાશથી બચવા માટે વારંવાર ઠંડા પીણા પીવા, લીંબુ સરબત, છાસ અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ મીઠાનું દ્વાવણ અને ઓ.આર.એસ. પીવાનું રાખવું જોઈએ.