શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરાય તેવા મળ્યા સંકેત, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું ?
આ પહેલા રાજ્ય સરકારે સ્કૂલ સંચાલકો અને વિવિધ સંઘો સાથે બેઠકો યોજી હતી. મંગળવારની બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ફી માફી મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
![ગુજરાતમાં ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરાય તેવા મળ્યા સંકેત, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? There are indications that the first semester fees of private schools in Gujarat will be waived, Find out what the Education Minister said ગુજરાતમાં ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરાય તેવા મળ્યા સંકેત, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/17173321/bhupendra-sinh-chudasama.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરવાની માગ ઉગ્ર બનતી જાય છે. આ માગ વચ્ચે મંગળવારે રાજ્ય સરકારે વાલી મંડળો સાથે બેઠક કરી હતી. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં વાલીમંડળો દ્વારા ત્રણથી છ માસ સુધીની ફી માફ કરવા ઉગ્ર માંગ કરવામા આવી હતી. રાજ્ય સરકારે આ માગણીને નકારી નથી અને ફરી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. તેના કારણે એવા સંકેત મળી રહ્યા છે કે, સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે અને મધ્યમ વર્ગના વાલીઓને મોટી રાહત આપવાની દિશામાં આગળ વધશે.
આ પહેલા રાજ્ય સરકારે સ્કૂલ સંચાલકો અને વિવિધ સંઘો સાથે બેઠકો યોજી હતી. મંગળવારની બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ફી માફી મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. અમે તમામ જિલ્લામાંથી શિક્ષણવિદો ઉપરાંત ખરા અર્થમા વાલી હોય એવા ડોક્ટરો, વેપારીઓ, વકીલો સહિતના અલગ અલગ વર્ગનાં લોકોના વાલીઓનાં નામ મંગાવ્યા છે. તેઓ સાથે વર્ચ્યુલ મીટિંગ કરવામા આવશે અને તેમનાં સૂચનો લેવામા આવશે. એ પચી અંતિમ નિર્ણાય લેવાશે. બીજી તરફ વાલી મંડળોનું કહેવું છે કે, રાજ્ય સરકારે 20 જૂને કે 21 જૂને ફરી બેઠક યોજવાન નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર સાથેની બેઠકમાં વાલી મંડળો દ્વારા માંગણી કરાઇ હતી કે, અબજો રૂપિયાનો એજ્યુકેશન સેસ (શિક્ષણ ઉપકર) ઉઘરાવતી સરકાર આ કરવેરાની રકમમાંથી વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપે. વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલોમાં ક્લાસરૂમ એજ્યુકેશન થવાનું નથી અને સ્કૂલોને પરીક્ષા અને તેને સંલગ્ન ખર્ચ પણ બચ્ચો છે ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારે કોમન ગાઈડલાઈન તૈયાર કરી ત્રણથી છ માસની સામૂહિક ફી માફ કરાવવી જોઈએ. વાલી મંડળો તરફથી એવી પણ રજૂઆત કરાઈ હતી કે સરકાર દ્વારા જે દરેક પ્રોડ્કટ ઉપર એજ્યુકેશન સેસ ગુજરાતના દરેક વાલીઓ પાસેથી લેવાયો છે તે એજ્યુકેશન સેસમાંથી 6 મહિનાની ફી માફી આપવામા આવે. સરકારને એવી પણ ફરિયાદ કરવામા આવી હતી કે, એફઆરસીના કાયદાનો અસરકારક રીતે અમલ થતો નથી અને સરકારનું વલણ સંચાલકો તરફથી વધુ છે.
જો કે હાલ સરકાર દ્વારા ફી માફી મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી અને હજુ વાલીઓ સાથે મીટિંગો થશે પછી અંતિમ નિર્ણય લેવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
સુરત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)