શોધખોળ કરો
Advertisement
વિધાનસભામાં જોરદાર હોબાળો, નિતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યને કોન્ટ્રાક્ટર કહેતા છૂટુ માઈક ફેંક્યું....
ત્યાર બાદ ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા. નૌશાદ સોલંકી ગેલેરીના પગથિયે જ ધરણાં પર બેસી જઈ કહ્યું કે નીતિન પટેલ મને કૉંટ્રાક્ટર સાબિત કરે કાં તો માફી માગે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાામં મજૂરોના કાયદા સંદર્ભના બિલ ઉપર રાત્રે વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. કૉંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રેક્ષક ગેલેરીમાંથી બોલી રહ્યા હતા ત્યારે સ્કોપ બહાર બોલવા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આ જ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નૌશાદ સોલંકીને કૉંટ્રાક્ટર કહેતા નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈકનો છૂટ્ટો ઘા કર્યો હતો.
ત્યાર બાદ ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા. નૌશાદ સોલંકી ગેલેરીના પગથિયે જ ધરણાં પર બેસી જઈ કહ્યું કે નીતિન પટેલ મને કૉંટ્રાક્ટર સાબિત કરે કાં તો માફી માગે. તો આ તરફ નેતા વિપક્ષ સહીત કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે અધ્યક્ષને ગૃહમાં વિપક્ષનું સન્માન ન જળવાતું હોવાની રજૂઆત કરી.
ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા. આજે પણ કૉંગ્રેસ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે અને નીતિન પટેલ માફી માગે તેવી માગ કરશે. અગાઉ ચર્ચા દરમિયાન ભાજપના દંડક પંકજ દેસાઈનો વિધાનસભા અધ્યક્ષે ઉધડો લીધો હતો. નૌશાદ સોલંકી સ્કોપ બહારનું કહેતા હોવાની દલિલ પંકજ દેસાઈએ કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ અને પંકજ દેસાઈ વચ્ચે વાક પ્રહાર થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion