(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની સંભાવવાને લઈ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ
દાહોદમાં વરસાદ વરસ્યો છે. શહેરના બસસ્ટેન્ડ, ઝાલોદ રોડ, વિવિકાનંદ ચોક, છાપરી, રાબડાલમાં વરસાદ વરસ્યો છે. શહેરની સાથોસાથ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ગરમી અને બફારા બાદ વરસાદના આગમનથી સ્થાનિકોને રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે.
વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ
વડોદરાના ડભોઈમાં સમી સાંજે વરસાદી ઝાપટા પડ્યા છે. સોની વાગા, શિનોર રોડ, એસ.ટી.ડેપો સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ચાર કલાકના વિરામ બાદ ફરી વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે.
મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો
અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના ડીપ વિસ્તાર, પાવનસીટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મોડાસા સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. વાદળછાયુ વાતાવરણ જોતા દિવસભર વરસાદી વાતાવરણ રહેવાનું અનુમાન છે. અરવલ્લી જિલ્લાના લાંક ડેમ માંથી પાણી છોડાયું. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે લાંક ડેમની જળ સપાટી પહોંચી 80 મીટર પર. ડેમમાં પાણીની આવક વધતા અને પાણી છોડાતા કાંઠા વિસ્તારના લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરાઈ.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે. ગુજરાતમાં 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, આહવા, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમ્સથી વરસાદની પ્રબળ શક્યતાઓ છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
https://t.me/abpasmitaofficial