શોધખોળ કરો

Weather Forecast: રાજ્યમાં આ તારીખથી પડશે સાર્વત્રિક ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Weather Forecast: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,રાજ્યમાં 28 અથવા 29 જૂન બાદ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

Weather Forecast: અલનીનોની અસરના કારણે આ વખતે ચોમાસાની ગતિ ધીમી હોવાની અને આગળ પણ ઓછો વરસાદ પડવાની એક્સ્પર્ટે આગાહી કરી છે. ગુજરાતમાં પણ ચોમાસું એક સપ્તાહ મોડું પહોંચ્યું  છે. મોનસૂનની રાજ્યમાં એન્ટ્રી બાદ પણ મોટાભાગના જિ્લ્લા હજુ કોરા જ છે. ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતોની ચિંતા પણ વધારી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતભર્યાં સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે જૂનના અંતના દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી શકે છે. 28 જૂન બાદ દક્ષિણ ગુજરાત,. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ જુલાઇના પહેલા સપ્તાહમાં સારો વરસાદ વરસી શકે છે. 

16 જુલાઈ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા  આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. આ સમયે સારા વરસાદના કારણે  નર્મદાના જળસ્તરમાં પણ વધારાની શક્યતા છે.  2 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી એક સારા વરસાદના  રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે.   

ગુજરાતમાં અટકેલું ચોમાસું હવે ત્રણ દિવસમાં આગળ વધશે, રાજ્યમાં હજુ પાંચ દિવસ હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં અટકી ગયેલું ચોમાસું આગામી ત્રણ દિવસમાં ફરી સક્રિય થઈ આગળ વધે તેવી શક્યતા છે. જોકે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં કોઈ મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન હોવાથી ચોમાસાની ગતિ ધીમી પડી છે. સાથે જ મોન્સૂન ટ્રફ ઉત્તર તરફ ખસી જતાં ગુજરાત તરફ આવતા ભેજયુક્ત પવનોનો પ્રવાહનો વેગ  પણ નબળો પડ્યો છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવામાં વિલંબ થઈ રહ્યો છે.

રાજ્યમાં વરસાદના આંકડાઓ પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. 26 જૂન સુધીમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 2.85 ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો ગણાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 1.03 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં 26.24 ટકા વરસાદ નોંધાયો હતો.

વરસાદની ઘટને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી રહી છે. ઘણા વિસ્તારોમાં વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના એક પણ તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો નથી, જે વરસાદની અછતનો સ્પષ્ટ સંકેત આપે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસું ફરી ગતિ પકડે તેવી સંભાવના છે. જો અરબી સમુદ્રમાં અનુકૂળ સિસ્ટમ સર્જાશે તો રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget