શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લો ફરી એકવાર બન્યો કોરોનામુક્ત? એક દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા, જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો ફરી એકવાર કોરોનામુક્ત બન્યો છે.
સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો ફરી એકવાર કોરોનામુક્ત બન્યો છે. જિલ્લામાં નોંધાયેલા સૌપ્રથમ કોરોના પોઝિટિવ દર્દીને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા માટે સારાં સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લો ફરી એકવાર કોરોનામુક્ત બન્યો છે. જિલ્લામાં નોંધાયેલો સૌપ્રથમ કોરોના પોઝિટિવ દર્દીને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. પોઝિટિવ કોરોનાના દર્દીના બન્ને રિપોર્ટ નેગેટિવ આવતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રહેતા 61 વર્ષના દર્દીને કોરોના પોઝિટિવ આવતાં 25 એપ્રિલે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની થોડા દિવસ ચાલેલી સારવાર બાદ છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેને રજા આપી દેવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કે. રાજેશ, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતનાઓએ દર્દીનું ફૂલો વડે અભિવાદન કરી વિદાય આપી હતી. ફૂલોથી અભિવાદન કર્યું હોય તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
બિઝનેસ
Advertisement