કોગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલ ખેસ પહેરાવશે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે
વિસાવદરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે. આજે સવારે 11 વાગ્યે કમલમમાં પાટીલની હાજરીમાં હર્ષદ રીબડિયા ભાજપનો ખેસ ધારણ કરશે. એટલું જ નહીં, ભાજપની ટિકિટ પર તેઓ વિસાવદરથી ચૂંટણી પણ લડી શકે છે. તો આ તરફ પોતાના ધારાસભ્યોને મનાવવા કૉંગ્રેસે પ્રયાસ શરૂ કર્યા છે. નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ખાતરી આપી કે સીટિંગ ધારાસભ્યોને પુનઃટિકિટ આપવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરાશે.
સુખરામ રાઠવાએ આશંકા વ્યક્ત કરી કે ટિકિટ કપાવાની આશંકાએ ધારાસભ્યો કૉંગ્રેસ છોડી રહ્યા છે. તો ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ તો સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. રઘુ શર્માએ દાવો કર્યો કે થોડા દિવસ પહેલાં જ એક વીડિયો આવ્યો હતો. જેમાં ખુદ હર્ષદ રીબડિયા એમ કહી રહ્યા હતા કે તેમને 40 કરોડની ઓફર છે. ત્યારે હવે હર્ષદ રીબડિયાએ જવાબ આપવો જોઈએ કે આ ઓફર ઘરે બેસવાની હતી કે ટિકિટ મેળવવાની હતી.
Gujarat Election : અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી લડવા પાટીલે આપી લીલી ઝંડી? જાણો શું આપ્યું મોટું નિવેદન?
પાટણઃ ચાણસ્મા ખાતે શસ્ત્ર પૂજનમાં ભાજપ અધ્યક્ષ C R પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાધનપુર વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને સી. આર. પાટીલે લીલી ઝંડી આપી દિધી હોય તેવા સંકેતો આપ્યા છે. તેમણે અલ્પેશ ઠાકોર રાધનપુર સીટ પરથી લડશે અને જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોર ચૂંટણી લડશે તેના પણ સંકેત સી. આર. પાટીલે આપ્યા હતા. પાટણ જિલ્લાની બે સીટ પર ઉમેદવાર જાહેર કર્યા હોવાના સી. આર. પાટીલે આડકાતરી રીતે સંકેત આપ્યા છે.
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ છે. હવે આ એપિસોડમાં રાધનપુર વિધાનસભા સીટને લઈને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાધનપુર સીટ પરથી ફરી ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારે રાધનપુરમાં ફરી પરણવું છે તમારે મને પરણાવાનો છે. રાધનપુર ખાતે બનાસડેરીના મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરની સાથે શંકર ચૌધરી અને લવિંગજી ઠાકોરએ પણ હાજરી આપી હતી.