શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે એક કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોની વધી ચિંતા
ગીરના ગામોમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. આ વખતે મગફળીનો પાક સતત વરસાદથી નિષ્ફળ ગયો છે ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
ગીર સોમનાથઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે તાલાળા ગીરના ગામોમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગીરના ગામોમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.
ગીરના સેમળીયા, પીખોર, ગુંદાળા, રાયડી, પાણીકોઠા સહિતના ગામોમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ વખતે મગફળીનો પાક સતત વરસાદથી નિષ્ફળ ગયો છે ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
વેરાવળના ઝાપરા, ભેટાળી, માથાસુરીયા, લુભા , કોડીદ્રા અને આજુબાજુના ગામોમા વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સતત વરસાદથી કપાસના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
મહારાષ્ટ્ર ચૂંટણીઃ CMની ખુરશી પર શિવસૈનિક જ બેસશે, આ મારું વચન છેઃ ઉદ્ધવ ઠાકરે
મોદી સરકારને મળી મોટી સફળતા, સ્વિસ બેંકે આપ્યું ખાતાધારકોનું લિસ્ટ
અશોક ગેહલોતના ‘ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે’ નિવેદન પર રૂપાણી-વાઘાણીએ શું કહ્યું, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement