Rain Forecast: રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Rain Forecast:એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદનો અનુમાન છે. આગામી બે, ત્રણ દિવસ ભારે પવન અને દરિયો તોફાની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીનો ભારે આવક થઇ રહી છે. 29 ડેમ હાઈએલર્ટ પર છે. 11 જળાશય એલર્ટ તો 15 ડેમો વોર્નિંગ પર છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 46.30 ટકા પાણીનો જથ્થો છે.ભારે વરસાદની સાથે રાજ્યના જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજ્યના 207 પૈકી 21 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 15, કચ્છના 5 અને દક્ષિણ ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 100 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા, તો ઉત્તર ગુજરાતમાં 37.03 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્ય પાંચ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ.. કચ્છમાં 100 ટકા.. તો જૂનાગઢ જિલ્લામાં 75.28 ટકા, ગીર સોમનાથમાં 58.61 ટકા, નવસારીમાં 36.34 ટકા, તો વલસાડ જિલ્લામાં સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.
સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ થયાવત જોવા મળી રહ્યો છે. શનિવારે રાણીપમાં પોણા બે, જોધપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો. સામાન્ય વરસાદમાં પણ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
કચ્છમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા
કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે વરસેલા મુશળધાર વરસાદના કારણે ભુજના જ્યુબેલી સર્કલ, હોસ્પિટલ રોડ, છઠ્ઠી બારી રિંગ રોડ,સ્ટેશન રોડ, વી.ડી. હાઈસ્કૂલ પાસે પાણી ભરાયા હતા. શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા, વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી.
જૂના બસ સ્ટેશન પાસેના રોડ પર દર ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે. તાલુકા પંચાયત કચેરીમાં પણ પાણી ભરાયા હતા. ઉપરવાસમાં વરસાદના કારણે હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે. ભુજ તાલુકાના ગામોમાં વરસાદના કારણે મોટા બંધમાં પાણીની આવક થઈ રહી છે. મોટા બંધનું પાણી હમીરસર તળાવમાં એકઠુ થાય છે. વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસી રહેલા વરસાદના કારણે અનેક તાલુકામાં નદીમાં નવા નીરની આવક થઈ છે. કચ્છના ભુજમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial