શોધખોળ કરો
Advertisement
ભરુચઃ ઝઘડિયા પાસે વાહનની ટક્કરે ત્રણ મહિલાના મોત, લોકોએ રોડ પર કર્યો ચક્કજામ
બે મહિલાના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમ્યાન મોત નિપજતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. ત્રણ મહિલાઓના મોતને પગલે ગામના લોકો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.
ભરુચઃ ઝઘડિયાના ગુમાનદેવ નજીક અજાણ્યા વાહનની અડફેટે 3 મહિલાના મોત થયા છે. બે મહિલાના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમ્યાન મોત નિપજતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. ત્રણ મહિલાઓના મોતને પગલે ગામના લોકો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે આજે સવારી ઉચેડીયા ગામની ત્રણ મહિલાઓ શાકભાજી વેચવા જઈ રહી હતી, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેને કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement