(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતનું પ્રથમ બજેટ માર્ચના બદલે ઓગસ્ટમાં કેમ રજૂ થયું હતું? જાણો ગુજરાતના બજેટનો શું છે રસપ્રદ ઇતિહાસ
ગુજરાતનું પ્રથમ બજેટ માર્ચમાં નહીં પરંતુ ઓગસ્ટમાં રજૂ થયું હતું. આ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતું
ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ સમયે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણામંત્રીનો હવાલો પણ તઓ સંભાળવાતા હતા. પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ થયું હતું.
ગુજરાતના પ્રથમ બજેટનો ઇતિહાસ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ રાજ્ય થયા બાદ પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતુ.સામાન્ય રીતે નાણાકિય વર્ષ માર્ચથી શરૂ થતું હોય છે પંરતું ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. ઉલ્લેખનિય છે કે, 1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયુ હતું ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી.
પ્રથમ બજેટ માત્ર 115 કરોડનું જ હતું. ધીરે ધીરે આંકડો વધતો ગયો. નરેન્દ્ર મોદીના સાશનમાં પૂર્વ નાણાંપ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સતત 18મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્ય હતું.
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની કોણે કરી માંગ? મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગાંધીનગરઃ રાજસ્થાનની જેમ રાજ્યમાં પણ જૂની પેંશન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓમાં માગ ઉઠી રહી છે. ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોશિયેશને આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. કર્મચારીઓએ માંગણી કરી હતી કે ગુજરાતમાં પણ નવી પેશન યોજના સ્થાને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે. રાજ્યો માટે વૈકલ્પિક વ્યવસ્થા અનુસાર સ્વેચ્છાએ નવી પેન્શન યોજના અપનાવી શકે છે. પણ અન્ય રાજ્યોએ જેવા કે પશ્ચિમ બંગાળમાં જૂની પેન્શન યોજના હજુ અમલમાં છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ બજેટમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરે તેવી માંગણી કર્મચારીઓએ કરી હતી.
બીજી તરફ રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ કૉંગ્રેસે પ્રબળ બનાવી હતી. દ્વારકામાં ત્રણ દિવસિય કૉંગ્રેસની ચિંતન શિબિર પહેલા મીડિયા સાથેની વાતમાં રઘુ શર્માએ કહ્યુ કે, ચૂંટણીમાં જુની પેન્શન યોજના કૉંગ્રેસનો મુખ્ય મુદ્દો રહેશે. કૉંગ્રેસની સરકારો પ્રજાનો અવાજ સાંભળે છે અને અમલવારી પણ કરે છે.