Statue of Unity: 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું
Statue of Unity: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018 માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલ ક્રિસમીસની રજાઓ ચાલે છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણીમાં પણ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.
Statue of Unity: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018 માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલ ક્રિસમીસની રજાઓ ચાલે છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણીમાં પણ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. સામાન્ય રીતે લોકો 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ રોજના 25 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી 1 લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા વધુ 45 બસો મુકવાની ફરજ પડી છે.
ગાંધીનગરમાં ફરી દેખાયો દિપડો ?
પાટનગર ગાંધીનગરમાં ફરી દિપડો દેખાયો હોવાના આશંકા છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત છે. ગઈકાલે મોડી સાંજે પોલીસ કર્મચારીએ દિપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. જો કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, ગાંધીનગરમાં દિપડો દેખાતા વનતંત્ર દોડતું થયું છ. સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દિપડો દેખાયો હતો.
નવેમ્બર 2018માં પણ સચિવાલયમાં ઘૂસ્યો હતો દીપડો
ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં નવેમ્બર 2018માં વહેલી સવારે દીપડો ધૂસ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જોડાયું છે. સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોઈને પણ સચિવાલયમા્ જવા દેવામાં આવ્યા નહોતા. દીપડાને પગલે સચિવાલયમાં રજાનો માહોલ સર્જાયો હતો. રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દીપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો.
અમુલે પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી
અમુલે પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી છે. અમુલ દૂધના ખરીદ ભાવમાં અમુલે 1 કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ગાયના દૂધના પ્રતિકિલો ફેટે 9.09 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ભેંસના દૂધના ખરીદ ભાવમાં પણ વધારો કરતા પશુપાલકોને હવે 780ની જગ્યાએ 800 રૂપિયા મળશે. નવો ભાવ વધારો આવતીકાલથી જ લાગુ થઈ જશે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના અમુલ સાથે સંકળાયેલા પશુપાલકોને ફાયદો થશે.