શોધખોળ કરો

Amreli: અમરેલીના વડેરામાંથી બે બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી ન હોવા છતા દર્દીઓની સારવાર કરતા

બંને પકડાયેલા બોગસ ડોક્ટર મયુર સાવલિયા અને કીર્તિ જોશીના ક્લિનિક ઉપરથી મેડિકલ લગતા સાધનો તેમજ એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. 

અમરેલી: અમરેલી તાલુકાના વડેરા ગામે બે શખ્સો મેડિકલ ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલી દર્દીઓની સારવાર કરતા હતા. આ બોગસ ડૉક્ટરની બાતમી આરોગ્ય વિભાગને મળતા વડેરા ગામે અમરેલી એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમ ભાડે મકાનમાં ચાલતા બોગસ ડોક્ટરના ક્લિનિક પર રેડ કરતા વડેરા ગામમાંથી બંને ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને પકડાયેલા બોગસ ડોક્ટર મયુર સાવલિયા અને કીર્તિ જોશીના ક્લિનિક ઉપરથી મેડિકલ લગતા સાધનો તેમજ એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. 

Amreli: અમરેલીના વડેરામાંથી બે બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી ન હોવા છતા દર્દીઓની સારવાર કરતા

મયુર સાવલિયાના ક્લિનિક ઉપરથી મેડિકલને લગતી સામગ્રી મળી રૂપિયા 7,199 ના મુદ્દા માલ સાથે ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી,  ત્યારે આ જ ગામની અંદર અન્ય કીર્તિ જોશી નામના બોગસ ડોક્ટરના ક્લિનિક ઉપરથી એલોપેથીક દવાઓનો જથ્થો અને મેડિકલ લગતી સામગ્રી મળી રૂપિયા 3,971 ના મુદ્દમાલ સાથે ઝડપી લઇ બંને ડોક્ટરો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  બંને બોગસ  ડોક્ટરોને આગળની કાર્યવાહી માટે અમરેલી તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. 

ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરતી ગેંગ પર અમદાવાદ સાઈબર ક્રાઈમે પાડી રેડ

સાયબર ક્રાઇમ દ્વારા લોન બાબતે ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરી પૈસા પડતા પડાવતા શખ્સો સામે 'સાયબર સ્ટ્રાઈક' કરી છે. સાયબર ક્રાઇમની ટીમે માત્ર આરોપી જ નહીં પરંતુ સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા આખાય સર્વરને જ ક્રેશ કરી, 50 ટીબી જેટલો વિશાળ ડેટા જપ્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ ઓપરેશનમાં સાયબરની ટીમે ચાઇના કનેક્શન પણ ઝડપી પાડ્યું છે. 

અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે પ્રથમવાર સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવતા સર્વરને ક્રેશ કરી તમામ ડેટા જપ્ત કર્યો છે. આ સર્વરની મદદથી ચાઇનાથી આવતા કોલને ડાઈવર્ટ કરવામાં આવતા. ડાયવર્ટ થયેલા કોલના આધારે ફ્રોડ ગેંગ દ્વારા લોકો પાસે અલગ અલગ પ્રકારે પૈસા પડાવવાનું કામ કરતા. સૌથી મોટી વાત એ છે કે જે સર્વરને ક્રેશ કરવામાં આવ્યું છે, તે સર્વરનું ઓપરેટિંગ ચાઇનાથી કરવામાં આવતું હતું. ચાઇનામાં મૂળ ભારતીય વ્યક્તિ ચાઇનાના બે વ્યક્તિઓ સાથે મળીને આ સર્વર ચલાવતો હતો. દિલ્હીના નોઈડા પાસે સાયબર ક્રાઈમની ટીમે રેડ કરી હતી જેમાં સર્વરની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરી છે. મેળામાંથી વિજય કુંભાર કે જે સર્વરનું ધ્યાન રાખતો હતો તેની જ્યારે પૂનામાંથી ગૌરવ સિંહ નામનો આરોપી કે જે ચાઇનાથી આખું સ્કેન્ડલ ચલાવતી ગેંગના આદેશ પ્રમાણે કામ કરતો.

આ કેસમાં સાયબર ક્રાઇમને અલગ અલગ પ્રકારની લોન એપ્લિકેશન દ્વારા પૈસા પડાવી છેતરપિંડીની ફરિયાદો મળી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું કે જે કોલ થઈ રહ્યા છે તે દિલ્હીના નોઈડા સ્થિત એક સર્વરમાંથી રાઉનટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસને શંકા જોતા ત્યાં રેડ કરી આખું સર્વર જપ્ત કરી ક્રેશ કરી નાખ્યું. ફ્રોડ ગેંગ દ્વારા લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લાલચ આપવામાં આવતી. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ જેથી વ્યક્તિના મોબાઈલના ડેટા સાઈબર ફ્રોડ કરતી ગેંગ પાસે પહોંચી જતા. લોકોના ડેટા મેળવ્યા બાદ જે તે ડેટા ધારકના સગા સંબંધીઓ અને પરિસ્થિતિને કોલ કરીને ડરાવવા ધમકાવવામાં આવતા. મોટી વાત એ છે કે આ તમામ ડેટા ચાઈના સુધી પહોંચતો હતો. આ ઉપરાંત જેમની પાસે પૈસાની વસૂલી કરવામાં આવતી તે પણ ક્રિપ્ટો મારફતે ચાઇના પહોંચતા હતા.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Embed widget