શોધખોળ કરો
વલસાડમાં પત્નીના પ્રેમીને પહેલા પતિ બાઈક પર બેસાડીને લઈ ગયો પછી કરી ધોલાઈ, જાણો
મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઈ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરી મારમારી છોડી દેવામાં આવ્યો

વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી ITI ખાતે પારડીનો યુવક અને વલસાડની યુવતી સાથે ITI કરતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી સાથે થતાં પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જોકે શુક્રવારે સાંજે યુવતીનો પ્રેમી યુવક ઉપર ફોન આવ્યો હતો. પોલીસ પતિએ સમાધાન કરાવવા પારડીના યુવકને રેલવે લોકોશેડ પાસે બોલાવ્યો હતો. મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઈ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરી મારમારી છોડી દેવામાં આવ્યો હતો. યુવકના મિત્રોએ 108ની મદદ વડે તેને સિવિલ હોસ્પિટલ દાખલ ક્યો હતો. પારડી ખાતે રહેતો ગૌરવ હળપતિ પારડી ITI ખાતે વર્ષ 2018 અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી ધીરેન પટેલ સાથે થતાં તેણે ગૌરવ સાથે પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો. જોકે શુક્રવારે ધીરેન અને તેની પત્ની સાથે અચાનક ઝઘડો થયો હતો. ધીરેનના કહેવાથી પત્નીએ ગૌરવને ફોન કર્યો હતો. પત્નીનો ફોન છીનવી લઈને ગૌરવને સમાધાન કરવા માટે વલસાડ લોકોશેડ પાસે બોલાવ્યો હતો. ગૌરવ સાથે તેનો મિત્ર નિલેશ યાદવ આવ્યો હતો. જ્યાંથી ધીરેન ગૌરવને બાઈક ઉપર બેસાડી પોલીસ હેડક્વાટરના વોલીબોલના મેદાન પાસે લઇ ગયો હતો. જ્યાં માર માર્યો હતો.
વધુ વાંચો





















