Gir Gadadha: ગીર ગઢડામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના નદીમાં ડૂબી જવાથી મોત
ગીર ગઢડા: કણેરી ગામે ધોરણ 2 મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોત થતા શોકનો માહોલ છવાયો છે. રૂપેણ નદીમાં ડૂબી જતાં આ બન્ને બાળકોના મોત થયા છે. આ બન્ને બાળકો સ્કૂલેથી લઘુશંકા કરવાનું કહી નિકળ્યા હતા.
ગીર ગઢડા: કણેરી ગામે ધોરણ 2 મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોત થતા શોકનો માહોલ છવાયો છે. રૂપેણ નદીમાં ડૂબી જતાં આ બન્ને બાળકોના મોત થયા છે. આ બન્ને બાળકો સ્કૂલેથી લઘુશંકા કરવાનું કહી નિકળ્યા હતા. જે બાદ બન્નેની લાશ મળી આવી હતી. બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
રાજકોટ અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે 1400 કિલો ચાંદીની લૂંટ
રાજકોટ અમદાવાદ હાઈવે નજીક લૂંટની ઘટના સામે આવી છે. રાજકોટની આંગડિયા પેઢીના ડ્રાઇવર અને ક્લીનરને બંધક બનાવીને લૂંટારોઓ નાસી ગયા હતા. 1400 કિલો ચાંદીની લૂંટ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક આવેલા મોડેલ સ્કૂલ અને દર્શન હોટલ પાસે થયેલા બનાવવાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. બેથી ત્રણ કાર લઈને આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી. તો બીજી તરફ ખાલી વાહન હાઈવે પરથી થોડે દૂર એક હોટલ પાસેથી મળી આવ્યું હતું. લૂંટના બનાવને પગલે dsp,dysp,lcb,sog સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. લુંટ કરી નાશી છુટેલા શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.
લકઝરી બસમાં સુરત જતાં પહેલા વાંચી લો આ મોટા સમાચાર
સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે
પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે