શોધખોળ કરો

Hit and run: કચ્છમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત

Hit and run: કચ્છના સામખિયારી અને ખેડોઈ પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનના બે બનાવમાં બે યુવાનનાં મૃત્યુ થયા છે. પૂર્વ કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુના બનાવોમાં કુલ છ લોકોના મોત થયા છે.

Hit and run: કચ્છના સામખિયારી અને ખેડોઈ પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનના બે બનાવમાં બે યુવાનનાં મૃત્યુ થયા છે. પૂર્વ કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુના બનાવોમાં કુલ છ લોકોના મોત થયા છે. અકસ્માતોની ઘટનાને પગલે અનેક લોકો મોતને ભેટ્યા છે. હીટ એન્ડ રનની ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત

બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ચાર રસ્તા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર બાઈક સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા છે જ્યારે કારમાં આગળની સીટમાં બેઠેલી બાળકીનું મોત થયું છે. મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર

જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.  સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.

4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું.  આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.  આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.

સુરતના પલસાણામાં ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા, યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

સુરતના પલસાણામાં  બાઇક અને ટેમ્પોના અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામા આવ્યાં હતા અહીં સારવાર દરમિયાન યુવકનું મૃત્યું થયું હતું. અમદાવાદ, વડોદરા સહિત આજે  સુરતમાં રોડ અકસ્માતના કારણે એક વ્યક્તિનો જીવ ગયા છે. વાંકાનેર ગામ પાસે ટેમ્પોએ બાઈકને અડફેટે લીધો હતો, જેના પગલે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટવમાં સારવાર માટે લઇ જવાયો હતો જો કે બદનસીબે તેની જિંદગી ન બચાવી શકાય. આ યુવકનુ આજે સવારે જ સારવાર દરમિયાન નિધન થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Embed widget