રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે પ્રમોશન, જુઓ આ રહી યાદી
ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 242 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 242 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં બિન હથિયારી 242 PSIની PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે. છેલ્લા કેટલાય સમયથી બિનહથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા.
બિનહથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. 03 જુને ડીજીપી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ છે.
થોડા દિવસો પહેલા ગુજરાતમાં બિન હથિયારધારી 47 પીઆઈ અને 127 પીએસઆઈની પણ બદલીના આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયા હતાં. તમામ PSIને બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા સુચન કરવામાં આવ્યું હતું.
Gujarat Rain: રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગરસ બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ શકે છે . સાત અને આઠ જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ વર્ષે દેશમાં ચોમાસાના આગમનમાં કેમ થઈ રહ્યો છે વિલંબ?
દર વર્ષે જૂન મહિનામાં દેશના વિવિધ ભાગોમાં ભારે ગરમી પડતી હતી. છેલ્લા કેટલાક વર્ષોના હવામાન પર નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે આ મહિના સુધી એટલે કે જૂન સુધી, ઘણા રાજ્યોમાં ગરમીના મોજાને કારણે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે. ભારતમાં તાપમાન વધવાની આ પ્રક્રિયા માર્ચ મહિનાથી જ શરૂ થાય છે. એપ્રિલ અને મે મહિના સુધી સૂર્ય તેના સંપૂર્ણ તેજમાં રહે છે. પરંતુ હવામાન વિભાગના આંકડાઓ મુજબ આ વર્ષે એપ્રિલમાં 11મીથી 20મી અને મે મહિનામાં 6ઠ્ઠીથી 12મી તારીખ સુધી ગરમીનું પ્રમાણ રહ્યું છે. 9 વર્ષમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, મે મહિનામાં ગરમીનું મોજું નહોતુ અને તાપમાનમાં ઘટાડો થયો.
દેશમાં કમોસમી વરસાદનો આ સિલસિલો માત્ર ઉત્તર ભારત પુરતી મર્યાદિત નહોતો. ઊલટાનું દક્ષિણ, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં પણ સ્થિતિ લગભગ એકસરખી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે ચોમાસાના આગમન અંગે ઘણી માહિતી આપી છે. છેલ્લા 11 દિવસથી અટકેલું ચોમાસું બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે. ચોમાસું સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓને આવરી લેતા મ્યાનમાર તરફ આગળ વધી રહ્યું છે. ભારે વરસાદને કારણે કાશ્મીરનું તાપમાન ઘટી ગયું છે. IMD અનુસાર, 15 જૂન સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું દસ્તક આપશે.