શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ ગામમાં કોરોનાના બે જ કેસ આવતાં સ્વૈચ્છિક રીતે જ ગામે લીધો 5 દિવસ લોકડાઉનનો નિર્ણય, જાણો
સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લોકોની જબરજસ્ત જાગૃતિ જોવા મળી છે. ગામમાં માત્રને માત્ર 2 જ કેસ પોઝિટિવ આવતાં ગામના લોકોએ અનોખો નિર્ણય લીધો
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,796 એક્ટિવ કેસ છે.
હાલ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેને રોકવા તમામ પ્રયત્નો કરાઈ રહ્યાં છે જોકે રોકાવાનું નામ નથી લેતો. ત્યારે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લોકોની જબરજસ્ત જાગૃતિ જોવા મળી છે. ગામમાં માત્રને માત્ર 2 જ કેસ પોઝિટિવ આવતાં ગામના લોકોએ અનોખો નિર્ણય લીધો હતો.
ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના લોકોની જાગૃતિને દાદ દેવી પડે કારણ કે અનિડા ગામના લોકોએ પ્રધાનમંત્રીની વાત સ્વિકારી હતી. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગોંડલના અનિડા ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.
નાના એવા ગામમાં કોરોનાને લઈને મોટી જાગૃતિ જોવા મળી રહી છે. 5 દિવસ સુધી ગામની તમામ દુકાનો તેમજ ગામ બંધ રહેશે. બહાર ગામથી લોકોને ગામમાં નહીં આવવાનું તેમજ ગામના લોકોને બહાર ન જવાનું નક્કી કરવામાં આવ્યું છે. અનિડા ગામમાં કેસો વધે નહીં તેમજ આસપાસ ગામમાં વધતાં કેસોને લઈને પોતાના ગામમાં ચેપ ફેલાઈ નહીં તે માટે સરપંચ તેમજ ગામના લોકોએ નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement