શોધખોળ કરો

Rain: કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે, ઠંડીએ જોર પકડ્યુ છે, ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે

Unseasonal Rain And Weather Updates: રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે, ઠંડીએ જોર પકડ્યુ છે, ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, રાજ્યમાં આગામી બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે. 

હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે, આગામી બે દિવસ સુધી રાજ્યમાં માવઠું થશે, હવામાનમાં પલટો આવ્યો હોવાથી રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદી ઝાંપટા થશે. આવતીકાલે 8મી જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી ઝાંપટા અને છૂટો છવાયો હળવો વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ તાપી, નવસારી, ડાંગ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. 

વરસાદી ઝાંપટાવાળો રહેશે જાન્યુઆરી, કયા વિસ્તારોમાં ક્યારે પડશે કમોસમી વરસાદ, વાંચો અંબાલાલની અગાહી

ગુજરાતના વાતાવરણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, તે પછી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં બીજા સપ્તાહથી ક્યાંક હિમ વર્ષા તો ક્યાંક કમોસમી ઝાંપટા પડશે. જાન્યુઆરીમાં અલનીનૉની અસર ગુજરાતમાં પણ પણ જોવા મળશે. આ કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીનું જોર વધી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના અંગે મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યુ છે કે, નવા વર્ષે આગામી 3 થી 6 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં વાદળવાયુ રહેશે. પશ્ચિમ વિક્ષેપની ગતિવિધિ મંદ હોવાના કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહથી હવામાનમાં ભારે પલ્ટો આવશે. અરબ સાગરમાં વેલમાર્ક લૉ પ્રેશર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિને લઈ દેશના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. અલનીનોની અસરના કારણે વિષમ હવામાનની સ્થિતિ સર્જાશે. જાન્યુઆરી માસમાં ભારે ઠંડીનો અનુભવ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Embed widget