શોધખોળ કરો

Gujarat: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઈ છે. જેને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં  13 અને 14 ડિસેમ્બરે ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય  15 ડિસેમ્બરે સુરત, તાપી, ભાવનગરમાં માવઠુ પડી શકે છે. 

બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમથી સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઈ શકે છે. ફરી કમોસમી વરસાદને લઈ નવસારીમાં બાગાયતી પાકને નુકસાનની ભીતી છે.

PM Modi Nagpur Visit: નાગપુરમાં પીએમ મોદીએ કરી મેટ્રોમાં સફર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં તેમનું મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમજ મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું હતું. આ પછી પીએમ મોદી સીધા નાગપુર રેલવે સ્ટેશન પહોંચ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે પણ હાજર હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. 2 મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરી. એક સ્થાનિકનું કહેવું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં અમારા ઘણા સપના સાકાર થયા છે. અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે તેમને આ વિકાસ કાર્યો પર ગર્વ છે, આટલા લાંબા સમય પછી કંઈક સારું થઈ રહ્યું છે.

પીએમ મોદીએ નાગપુર મેટ્રોમાં મુસાફરી કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રીડમ પાર્કથી ખાપરી સુધી નાગપુર મેટ્રોની મુસાફરી કરી, આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાને નાગપુર મેટ્રોના ફ્રીડમ પાર્ક સ્ટેશન પરથી તેમની ટિકિટ ખરીદી હતી.

PM મોદીએ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નાગપુર મેટ્રો ફેઝ-1' રાષ્ટ્રને સમર્પિત કર્યું અને 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

PM મોદીએ નાગપુરમાં વગાડ્યો ઢોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં તે ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે. પીએમઓએ ટ્વિટ કરીને લખ્યું, મહારાષ્ટ્રના નાગપુરમાં પરંપરાગત સ્વાગત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
Embed widget