(Source: Poll of Polls)
unseasonal rain: ગુજરાતમાં કેટલા દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આજે માવઠું પડી શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતમાં માવઠું પડશે. તો 15 માર્ચથી અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડશે.
ભાવનગરના તળાજા અને મહુવામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મહુવાના ખુટવડા, ગોરસ, બોરડી, દુધાળા, કુંભણ સહિતના ગામોમાં માવઠાથી પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આજે માવઠું પડી શકે છે. સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
Rajkot: જેતપુરના જેતલસરના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામના સૃષ્ટી રૈયાણીની હત્યામાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને ફાંસીની સજા આપી છે.
જેતપુર તાલુકાના જેતલસર ગામે 16 માર્ચ 2021 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા.
શું હતો સમગ્ર કેસ જાણો
16 માર્ચ 2021 ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઈ હર્ષ ને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.