શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી

ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 6 મે સુધી સામાન્ય વરસાદ રહેશે, 7 મે થી વરસાદની અસર બંધ થશે.

કચ્છ, દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , ગીરસોમનાથ , રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત , વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.  

મે મહિનામાં શિયાળાનો અહેસાસ ! આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં આવું જ હવામાન રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી. વિભાગ અનુસાર, બુધવારે (3 મે) દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે (3 મે) દિલ્હી, NCR, પંજાબ, યુપી, કર્ણાટક, તમિલનાડુ, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે  રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બિહાર, ઓડિશા, મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ભરતપુર, ધૌલપુર, કરૌલી, સવાઈમાધોપુર, કોટા, બરાન, ઝાલાવાડ, જેસલમેર, બિકાનેર, ચિત્તોડગઢ, ઉદયપુર જિલ્લાના નજીકના વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવનની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બુધવારે (3 મે) ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, રુદ્રપ્રયા ચમોલી, બાનેબાર અને કબૂતર વિસ્તારોમાં 3200 મીટર અને તેનાથી વધુની ઉંચાઈ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે ચાર ધામના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા

Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

Embed widget