શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં ક્યાં કરા સાથે પડ્યો વરસાદ? ક્યાં ગામે વીજળી ત્રાટકતાં ફોન પર વાત કરતા યુવકનું થયું મોત? જાણો વિગત
સૌરાષ્ટ્રમાં રવિવારે અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે.
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં રવિવારે અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે. અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.
રાજકોટના કાળમેઘડા ગામે ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં કાળમેઘડા તેમજ આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બીજી તરફ જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે વૃક્ષ પર વીજળી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા પહોંચતા 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
કાનાવડાળા ગામે ઝાડ નીચે ઉભા રહીને બે ખેતમજૂરો ફોન પર વાત કરતા હતા ત્યારે ઝાડ પર વીજળી ત્રાટકતાં ગંભીર રીતે દાઝી ગયેલા એક મજૂરનું દાઝી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક મજૂરનું નામ સુથારસીંગ મંગલસીંગ જમરા (ઉ.વ.30) હોવાનું જાણવા મળ્યું છે અને તે મધ્યપ્રદેશનો વતની હતો.
સૌરાષ્ટ્રના ખાંભા પંથકમાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ખાંભા અને ગીર જંગલ પાસેના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભા શહેર, નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ઉનાળુ અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.
ગીરગઢડાના જંગલ વિસ્તાર સહિત ધોકડવા, મોતીસર અને આસપાસના વિસ્તારમાં પવન સાથે અમીછાંટણા પડ્યા હતા. રાજકોટ પાસેના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલમાં અસહ્ય બાફારા અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોંડલના આંબરડી, કોલીથડ સહિતના આજુબાજુના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં પણ વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement