શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rain Forecast: આજે પણ ગુજરાતમાં અહીં ખાબકશે વરસાદ, ઘેરાયા માવઠાંના વાદળો

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ક્યાંક કમોસમી વરસાદ પડી શકે છે

Rain And Weather Forecast: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઇકાલથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ભરઉનાળે રાજ્યમાં ફરી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે, ગઇકાલથી સતત બે દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતુ. જોકે, હજુપણ બે દિવસ સુધી માવઠું થવાની સંભાવના છે. 

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ક્યાંક કમોસમી વરસાદ પડી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ માવઠાના વાદળો ઘેરાશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ પહેલા ગઇકાલે રવિવારે અંજારમાં સૌથી વધુ સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. રવિવારે ગાંધીધામમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લાના ગાંધીધામ, અંજારના કેટલાક વિસ્તારોમાં માવઠાને લઇને વીજપૂરવઠો પણ ખોરવાયો હતો. ખાસ વાત છે કે, માવઠાથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. રવિવારે અમદાવાદમાં વરસાદ ન હતો પરંતુ ભારે પવન ફૂંકાયો હતો, ભારે પવનને લીધે ધુળની ડમરી ઉડતા શહેરમાં વિજીબિલિટી ઘટી ગઇ હતી.

રવિવારે થયેલા માવઠાથી રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગઇકાલે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા હતા. માવઠાથી કેરીના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. 

કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ, માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સૌ પ્રથમ વાત કરીએ સૌરષ્ટ્રની તો અહીં અમરેલીના ધારી અને ખાંભાના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી,ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ  કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ,  સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે.  ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

હજુ પણ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે.  આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.

રાજ્યમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્ર  અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ કોઈ વિસ્તારમાં પ્રીમોનસુંન વરસાદની શક્યતા છે. આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ  જઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વેહચાઈ જશે જ્યારે જુલાઈ અને ઑગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget