જીગ્નેશ મેવાણીનો 'પુષ્પા' અંદાજઃ પોલીસ ગાડીમાં બેઠેલા જીગ્નેશે "ઝુકેગા નહી" સ્ટાઈલ કરી, જુઓ વીડિયો
કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ બુધવારે રાત્રે પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન હવે જીગ્નેશ મેવાણીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જીગ્નેશ મેવાણી બે પોલીસકર્મીઓ વચ્ચે ગાડીમાં બેઠા બેઠા સાઉથની ફિલ્મ 'પુષ્પા' સ્ટાઇલમાં 'મૈં ઝુકેગા નહીં' જેવી સ્ટાઈલ બતાવે છે.
વાયરલ થયેલ આ વીડિયો રાત્રીના સમયનો લાગી રહ્યો છે અને વીડિયોમાં જીગ્નેશ મેવાણીને આસામ પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જીગ્નેશ સાઉથની ફિલ્મ પુષ્પાની જાણીતી સ્ટાઈલ મેં ઝુકેગા નહી કરતો દેખાય છે.
આસામ પોલીસની ગાડીમાં બેઠેલા વડગામના MLA જીગ્નેશ મેવાણીએ પુષ્પા ફિલ્મની "ઝુકેગા નહી" સ્ટાઈલ બતાવી pic.twitter.com/EZ0z5BwntN
— ABP Asmita (@abpasmitatv) April 25, 2022
ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆર અનુસાર, જીગ્નેશે કથિત રીતે એક ટ્વિટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'. ત્યાર બાદ જીગ્નેશ મેવાણીની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આસામ લઈ જવામાં આવ્યા હતા.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રાહત, PM મોદી પર કરવામાં આવેલા ટ્વિટ મામલે આસામ કોર્ટમાંથી મળ્યા જામીન
પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા છે. વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી.
Arrested Gujarat MLA Jignesh Mevani Jignesh Mevani was granted bail by a local court of Kokrajhar today: Advocate Angshuman Bora, lawyer of Jignesh Mevani to ANI
— ANI (@ANI) April 25, 2022