Vadodara White House Demolition: સરકારી જમીન પર ઉભા થયેલા વિશાળ વ્હાઇટ હાઉસ થશે ધ્વંશ, તોડી પાડવાની કામગીરી શરૂ
વડોદરાના દંતેશ્વરની સર્વે નંબર 541 વાળી 16 હજાર 48 ચોરસ મીટર જમીન પર ભૂમાફિયાઓએ કબ્જો જમાવ્યા બાદ વિવાદીત વ્હાઈટ હાઉસ અને કાનન વિલાના તોડી પાડવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
Vadodara White House Demolition: વડોદરામાં સો કરોડની સરકારી જમીન પર વિશાળ વ્હાઈટ હાઉસ સહિત અન્ય બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા છે. જે તમામ બાંધકામ આજે તોડી પાડવા માટે કોર્પેરેશે કવાયત હાથ ધરી છે. અગાઉ બે વખત દબાણ સ્વૈચ્છાએ તોડી પાડવા કલેકટર પ્રશાસન તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી... જોકે દબાણ દૂર ન થતા આજે સવારે 10 વાગ્યે મહાપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 100 કરોડની સરકારી જમીન પરના દબાણો તોડી પાડશે... અહીં વ્હાઇટ હાઉસ નજીક ડુપ્લેકસ બનાવીને તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ તમામ બાંધ કામને તોડવા માટે ત્રણ જેસીબી મશીનની મદદ લેવાઇ છે. કોર્પોરેશન ઈમારત તોડી પાડ્યા બાદ તેની ખર્ચની વસૂલી પણ ભૂમાફિયા પાસેથી કરશે. સરકારી જમીન પર કબ્જો જમાવનાર સંજયસિંહ પરમાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
ગેર કાયદેસર રીતે બાંધકામ માટે અહીં બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જો કે આ સમગ્ર મામલે એ સવાલ થવા સ્વાભાવિક છે. આટલી વિશાળ જમીન પર આટલું મોટું બાંધકામ થઇ ગયા બાદ તંત્ર કેમ જાગ્યું, ઉલ્લેખનિય છે કે, આ સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણને દૂર કરવા માટે આ પહેલા પણ આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ કોઈ અમલી ન થતાં અંતે નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી, જાણો ગરમીનો પારો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે?
ગાંધીનગરઃ રાજ્યમાં હાલ મોડી રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ મિશ્ર સિઝનનો અનુભવન થઈ રહ્યો છે. આજથી ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ચાર પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો અનુભવાશે. કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો વધતા દિવસ દરમિયાન ગરમીમાં પણ વધારો થશે.
હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધવા લાગશે. અને સોમવાર સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો 14 શહેરોમાં લધુતમ તાપમાન પણ 34 ડિગ્રીની ઉપર નોંધાયુ હતુ. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડાની વાત કરીએ તો રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું. જ્યારે મહુવા અને સુરતમાં લઘુતમ તાપમાન 35.4 ડિગ્રી પર પહોંચ્યુ હતુ. વલસાડમાં 35.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ડીસા, અમરેલી અને પોરબંદરમાં લઘુતમ તાપમાન 34 ડિગ્રી પર પહોંચ્યું હતું. તો અમદાવાદમાં 34.1 ડિગ્રી, વડોદરામાં 34. બે ડિગ્રી, નલિયામાં 34.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર અને કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.