વધુ એક ધારાસભ્યએ કરી માંગ, યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરો
રાજ્યમાં લવ જેહાદના વધતા જતા બનાવો વચ્ચે રાજ્યના વધુ એક ધારાસભ્યએ માંગ કરી છે કે યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે.
Valsad : રાજ્યમાં લવ જેહાદના વધતા જતા બનાવો વચ્ચે રાજ્યના વધુ એક ધારાસભ્યએ માંગ કરી છે કે યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે. વલસાડમાં સર્વજ્ઞાતી સમૂહલગ્નના લાભાર્થે યોજાઈ રહેલી ભાગવત કથાના માધ્યમથી જાણીતા કથાકાર પ્રફુલ શુક્લ અને વલસાડના ભાજપના ધારાસભ્ય વલસાડના ધારાસભ્ય ભરત પટેલે માંગ કરી કે યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે. આ સાથે MLA ભરત પટેલે કહ્યું કે સમય આવે આ મુદ્દે કાયદો બનાવવા સરકાર સમક્ષ માગ પણ કરીશ. ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કથાકાર અને ધારાસભ્યએ પણ માંગ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ દ્વારા સર્વ પિતૃઓના સ્મરણાર્થે આયોજિત કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 824 મી ભાગવત કથા નો મંગલમય આરંભ થયો હતો. pic.twitter.com/EhrOGfh9W9
— Bharat Patel (@bharatpatelmla) April 29, 2022
અરવલ્લીમાં હની ટ્રેપનો પ્રથમ કેસ
અરવલ્લી જિલ્લામાં હનીટ્રેપનો પ્રથમ કેસ નોંધાયો છે, આ કેસ ધાનસુરા તાલુકામાં નોંધાયો છે. મોજ શોખ પુરા કરવા અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવવા માટે ગુજરાતી આલ્બમની એક અભિનેત્રીએ અરવલ્લીના ધનસુરાના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યુ છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં જિલ્લામાં પ્રથમ હની ટ્રેપની ઘટના સામેં આવી છે જેમાં ધનસુરાનાના જીનેશ પટેલ નામના યુવકને ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશ્ચિ (યશવી) પટેલ સાથે મિત્રતા થઈ હતી ત્યારે બાદ યુવક જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલના પરિવારને મળ્યો હતો અભિનેત્રીએ યુવકને “તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથેજ કરીશ” તેવું કહી પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
હાર્દિક પટેલે ગુજરાત સરકારના આડકતરા કર્યા વખાણ
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.ગુજરાતમાં પકડતા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના નેતાઓના વિરોધાભાષી નિવેદનો સામે આવ્યા છે.
એક બાજું ગુજરાતમાં ડ્રગ્સ પકડાવા મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરે છે, તો બીજી બાજું ગુજરાત કોંગ્રેસના જ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત સરકારના વખાણ કરે છે.
કોંગ્રેસના નેતાઓના આક્ષેપ છે કે ભાજપ સરકાર યુવાનોને નશાના રવાડે ચડાવે છે, તો હાર્દિક કહે છે કે, પોલીસ યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવે છે.