Valsad: વલસાડ શહેરમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત 15 શખ્સો ઝડપાયા
વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા
વલસાડઃ વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના આદર્શ સોસાયટીના મકાન નંબર 8માં દારૂની મેહફીલ માણતા 15 શખ્સો ઝડપાયા હતા. જેમાં પૂર્વ પાલિકા સભ્યના પતિ, ભાજપના હોદ્દેદારો અને નબીરાઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા.
આ સમયે પોલીસ ત્રાટકી અને પૂર્વ પાલિકા સભ્યના પતિ અને ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત મોંઘીદાટ કાર મળી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ
રાજકોટ: શહેરમાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી જવા માપી છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજો મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત 10000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા છે.
મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ ગાંજાનું વાવેતર થતું હતું. મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજાના છોડવા વાવેલા કેમેરામાં કેદ થયા છે. કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું છે. જે બાદ પોલીસ કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા પહોંચ્યા બાદ મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાવવામાં આવી હતી. આગના ધુમાડાઓમાથી ગાંજાની તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી.
OBC અનામતને લઈને મોટા સમાચાર
ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આયોગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને OBC અનામત અંગેનો રિપોર્ટ સોપ્યો છે. તમને જણાવી દઈએ કે, 8મી જુલાઇ ૨૦૨૨ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા ઝવેરી કમિશને રિપોર્ટ તૈયાર કર્યો છે. 11 જિલ્લાઓમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો સૂત્રોનો દાવો છે. આ ઉપરાંત 500 ગ્રામ પંચાયતોમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો પણ સૂત્રોએ દાવો કર્યો છે. રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ OBC સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે