VAPI : જય શ્રીરામ બોલવા બદલ વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપનાર સેન્ટ મેરીસ સ્કૂલે તેના વાલીની લેખિતમાં માફી માંગી
Vapi News : સેન્ટ મેરીસ સ્કૂલમાં બે બાળકો એ એકબીજાને મળતા અભિવાદન ના ભાગરૂપે જયશ્રીરામ કહેવા બાબતે સ્કૂલ સંચાલકોએ બાળકોને ઘૂંટણિયે બેસાડી અને જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફી મંગાવી હતી.
VAPI : વાપીમાં શાળામાં જય શ્રીરામ બોલતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી માફીનામું લખાવનાર વાપીની સેન્ટ મેરી સ્કૂલ એ આખરે માફી માગવી પડી છે. શાળામાં બે બાળકો એ એકબીજાને મળતા અભિવાદન ના ભાગરૂપે જયશ્રીરામ કહેવા બાબતે સ્કૂલ સંચાલકોએ બાળકોને ઘૂંટણિયે બેસાડી અને જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફી મંગાવી હતી.
મામલો બિચકતા બાળકોના વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ સ્કૂલમાં પહોંચી સ્કૂલ સંચાલકો વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.. મામલો વધુ ગરમાતા આખરે પોલીસની હાજરીમાં સ્કૂલ સંચાલકો, વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓની મળેલી બેઠકમાં સ્કૂલ સંચાલકોએ પોતે કરેલા વર્તન બદલ લેખિતમાં માફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાની પણ ખાતરી આપી હતી.
આમ વિદ્યાર્થીઓને જયશ્રીરામ બોલવા બદલ બદલ માફી મંગાવનાર સ્કૂલે પોતે માફી માગવાનો વારો આવ્યો હતો.મામલાની ગંભીરતા જોતા વલસાડ જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે બંને પક્ષો સાથે વાત કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી સ્કૂલ સંચાલકોને સૂચન કર્યું હતું.
શાળાએ વિદ્યાર્થી પાસે લેખિતમાં મંગાવી હતી માફી
વાપીની ચાણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરીસ સ્કૂલમાં ધોરણ 9 ના 2 વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં એક બીજાને જયશ્રી રામથી સંબોધન કર્યું હતું. જય શ્રીરામ બોલવા પર સ્કૂલ સંચાલકોએ બાળકોને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી અને આ સાથે જ તે વિદ્યાર્થી પાસે સ્કૂલે લેખિતમાં માફી મંગાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થીના વાલી અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ સ્કૂલમાં પહોંચી સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જેણે માફી લખાવી હતી તેણે પણ માફી માંગી
આ સમગ્ર ઘટના અંગે વલસાડ પોલીસના ડીવાયએસપી વી.એન.પટેલે કહ્યું કે સેન્ટ મેરીસ સ્કૂલમાં આ વિદ્યાર્થીઓ પાસે જે સ્કૂલ કમર્ચારીએ માફી લખાવી હતી તેણે પણ માફી માંગી છે. આમ બંને પક્ષે સુખદ સમાધાન થયું છે.