કોરોના ઇફેક્ટઃ અંતે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ મોકૂફ રખાઇ, કોણે કરી જાહેરાત
કોરોનાગ્રસ્ત થયેલા રાજ્ય સરકારના પાંચ આઈએએસ અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો સમાવેશ થાય છે
ગાંધીનગરઃ રાજ્ય સરકારને કોરોનાના કેસ વધતા સૌથી મોટી જાહેરાત કરી છે, અંતે રાજ્ય સરકારે સૌથી વધુ ચર્ચિત વાયબ્રન્ટ સમિટ 2022ને મોકૂફ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે છતાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી હોવાથી રાજ્ય સરકારની આકરી ટીકા થઈ રહી હતી. કોરોના વકરવાના ખતરાને અવગણીને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ કરાઈ રહી હોવાનો મુદ્દો ચર્ચામાં હતો ત્યાં કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત થઈ જતાં ખળભળાટ મચ્યો હતો. આ તમામ અધિકારીનો કોરોના રીપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો.
કોરોનાગ્રસ્ત થયેલા રાજ્ય સરકારના પાંચ આઈએએસ અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ અધિકારીને કોરોના થતાં રાજ્ય સરકાર દોડતી થઈ હતી અને વધારે પ્રમાણમાં કોરોના ના ફેલાય એ માટે શું કરવં તેની ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચાના અંતે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
ગાંધીનગરમાં આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. આ ગ્લોબલ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ બિઝનેસમેન પણ હાજર રહેવાના હતા.
આ પણ વાંચો.....
Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત
Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન