શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સંખેડા તાલુકામાં દારૂની મહેફિલ માણતા બે શિક્ષકોનો વીડિયો વાયરલ, બન્ને શિક્ષકોને કરાયા સસ્પેન્ડ
ગામના લોકોએ જ રાત્રે દારૂની મહેફિલ માણતા શિક્ષકોનો વીડિયો ઉતાર્યો હતો.
અમદાવાદઃ કોરોનાના કાળચક્રને લઈ શાળાઓની અંદર શિક્ષણ કાર્ય બેધ છે. ત્યારે કેટલીક શાળાઓમાં શિક્ષકોને મજા ગડી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જે છોટાઉદેપુર જિલ્લાના ગુંડેર ગામની પ્રાથમિક શાળાનો છે. જ્યાં બે શિક્ષકોએ દારૂની મહેફિલ જમાવી હતી. દારૂની એક-બે નહીં પણ અનેક બોટલો મળી આવી હતી. વીડિયો વાયરલ થતા આ બન્ને શિક્ષકોની મહેફિલનો ભાંડાફોડ થયો હતો.
ગામના લોકોએ જ રાત્રે દારૂની મહેફિલ માણતા શિક્ષકોનો વીડિયો ઉતાર્યો હતો. આ ઘટના બાદ જિલ્લા પ્રશાસને શાળાના મુખ્ય શિક્ષક અજિત પટેલ અને વિનેશ માછીને સસ્પેંડ કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં શાળાના જ શિક્ષકો અજિત પટેલ અને વીનેશ માછી રાત્રી દરમિયાન દારૂ સાથે ખાણીપીણી પાર્ટી કરતાં હોવાનું ગ્રામજનોને જાણકારી મળી હતી. બાદમાં ગ્રામજનોએ શાળામાં જઈ વિડિઓ ઉતારતા ચોકનાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
શાળા કે જ્યાં બાળકોમાં શિક્ષણ સાથે સારા સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે ત્યાં વિદેશી શરાબની બોટલો અને નશામાં ધૂત આરામ ફરમાવતા શિક્ષકો જોવા મળ્યા હતા. સમગ્ર બાબતની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતાં તાત્કાલિક તપાસ આદરી પ્રાથમિક શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સસ્પેન્ડ કર્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion