શોધખોળ કરો
Advertisement
જુનાગઢ જિલ્લામાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, જાણો વધુ વિગતો
કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં સતત ઘટી રહ્યું છે. પરંતુ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા મળે છે.
જુનાગઢ: કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં સતત ઘટી રહ્યું છે. પરંતુ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા મળે છે. જુનાગઢ જિલ્લામાં ભારથીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી. માળીયા હાટીનાના જુથળ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના દિગ્ગ્જ નેતા ગોરધનભાઈ ઝડફિયાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.
જુનાગઢ માળીયા હાટીનાના જુથળ ગામે ભાજપ દ્વારા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીને અનુલક્ષીને એક બેઠક જુથળ ગામે યોજાઇ હતી. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. ખાસ તો ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. કોઈ માસ્ક વગર તો કોઈ માસ્ક નીચે રાખી જોવા મળ્યા હતા. જયારે બે ગજ દુરીની વાત તો દુર અહીં એક ફુટનું પણ અંતર નહોતું રાખવામાં આવ્યું.
સામાન્ય લોકો માસ્ક વગર દંડ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને સરકારે છુટ આપી છે ? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહયા છે. ખાસ તો આ બેઠકમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement