શોધખોળ કરો

શું તમારું નામ પણ ગુજરાત SIR લિસ્ટમાંથી ઉડી ગયું? આ રીતે ફરી ઉમેરો તમારું નામ, જાણો કયા દસ્તાવેજોની પડશે જરૂર

Voter List 2026: 18 જાન્યુઆરી સુધી છે તક, ફોર્મ-6 ભરીને ઓનલાઈન અરજી કરો, મુખ્ય ચૂંટણી અધિકારીએ આપી માહિતી, જાણો કયા દસ્તાવેજોની પડશે જરૂર.

Voter List 2026: ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) પ્રક્રિયા બાદ નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જો તમે તમારું નામ તપાસ્યું હોય અને તે યાદીમાંથી કમી થયેલું (Delete) જણાય, તો ગભરાવાની જરૂર નથી. મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નામ ફરી ઉમેરવા માટેની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. તમે ઓફલાઇન અથવા Voters Service Portal પર જઈને ઓનલાઇન પણ અરજી કરી શકો છો. નામ ઉમેરવા માટે તમારે Form-6 ભરવું પડશે અને જરૂરી પુરાવા રજૂ કરવા પડશે.

ગુજરાતમાં Election Commission દ્વારા હાથ ધરાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ઘણા કિસ્સાઓમાં નામ કમી થયાની ફરિયાદો ઉઠી છે. જો તમારું નામ પણ યાદીમાં નથી, તો ચિંતા કરશો નહીં. ચૂંટણી પંચે લોકોને ફરીથી નામ નોંધાવવા માટે પૂરતી તક આપી છે.

નામ ફરી ઉમેરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:

સૌ પ્રથમ તો ગભરાયા વગર એ તપાસો કે તમારું નામ કયા કારણસર રદ થયું છે. નામ ફરી ઉમેરવા માટે તમારે ‘Form-6’ અને તેની સાથે એક ઘોષણાપત્ર (Declaration Form) ભરવાનું રહેશે. આ ફોર્મ તમે તમારા વિસ્તારના BLO (Booth Level Officer) અથવા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો.

જો તમે ઘરે બેઠા અરજી કરવા માંગતા હોવ, તો Digital India ના યુગમાં આ પ્રક્રિયા ઓનલાઇન પણ ઉપલબ્ધ છે:

સૌથી પહેલા voters.eci.gov.in વેબસાઈટ પર જાઓ.

ત્યાં ‘Voters Service Portal’ પર ક્લિક કરી ફોર્મ નં-6 ડાઉનલોડ કરો અથવા ઓનલાઇન ભરો.

ફોર્મમાં તમારું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી વિગતો ચોકસાઈથી ભરો.

કયા કારણોસર નામ કમી થયા છે?

સામાન્ય રીતે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય, જેમના નામ બે અલગ-અલગ જગ્યાએ બોલતા હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય અથવા BLO ની ત્રણ વખતની મુલાકાત દરમિયાન જેમના ઘર બંધ મળ્યા હોય, તેવા લોકોના નામ Draft Voter List માંથી હટાવવામાં આવ્યા છે.

જરૂરી દસ્તાવેજો (Documents):

નામ ફરીથી દાખલ કરાવવા માટે તમારે જન્મતારીખ, જન્મસ્થળ અને રહેઠાણનો પુરાવો (જેમ કે લાઈટ બિલ, આધાર કાર્ડ) આપવો પડશે. આ ઉપરાંત ડિક્લેરેશન ફોર્મમાં તમારી નાગરિકતા સાબિત કરતા પુરાવા અથવા 2002ની મતદાર યાદીની વિગતો રજૂ કરવી પડી શકે છે.

ફરિયાદ ક્યાં કરવી?

જો તમે રજૂ કરેલા પુરાવા સ્થાનિક અધિકારી ગ્રાહ્ય ન રાખે, તો તમે ચૂંટણી પંચના NGSP (National Grievance Services Portal) પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાં 'Register Complaint' વિકલ્પમાં જઈને તમારી વિગતો ભરી સમસ્યા જણાવી શકાય છે.

અંતિમ તારીખ અને સ્ટેટસ ટ્રેકિંગ:

નામ સુધારણા કે ઉમેરવા માટેની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી, 2026 છે. અરજી કર્યા બાદ તમે Voter Service Portal પર ‘Track Application Status’ માં જઈને તમારો રેફરન્સ આઈડી નાખીને ચેક કરી શકો છો કે તમારું ફોર્મ સ્વીકારાયું છે કે નહીં.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget