શોધખોળ કરો

Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, ,આ 6 જિલ્લામાં રેડ તો 12 જિલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ

ગુજરાત રાજ્ય પર હાલ ત્રણ એક્ટિવ સિસ્ટમની અસર થતાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઇને 6 જિલ્લામાં રેડ઼ એલર્ટ આપ્યું છે.

Rain Forecast:હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત, નર્મદા, ભરૂચ સહિતના અને વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 16થી 20 જુલાઇ સુધી ભારે વરસાદનું અનુમાન છે. વરસાદની તીવ્રતાને જોતા હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

આ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

  • વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ
  • નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ
  • દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ
  • રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ
  • અમદાવાદ જિલ્લામાં પણ વરસાદનું ઓરેંજ એલર્ટ

નર્મદાના લાછરસમાં  પાંચ ઇંચ વરસાદ વરસતા કેકલાક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. અહીં અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી છે. લાછરસ ગામ બેટમાં ફેરવાતા દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે.  સસ્તા અનાજની દુકાનમાં પાણી  ફરી વળતાં  અનાજનો જથ્થો પલળતા  વ્યાપક નુકસાનીનો અંદાજ છે.                                                                                       

નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં મૂશળધાર વરસાદના પગલે કમર સુધીના પાણી ભરાયા છે.કમર સુધીના પાણી ભરાતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઇ ગયો છે. પ્રશાસનની બેદરકારીથી પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ લગાવ્યો છે. ગામમાંથી પાણીના ડ્રેનેજની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ચોમાસામાં આ સ્થિતિ ઉપસ્થિત થતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યાં છે.

નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે નર્મદામાં ભારે વરસાદને પગલે લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે.. લાછરસ ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. લાછરસ ગામમાં વાહનો પણ તણાયા હોય અને ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 

Weather Update: દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, આ 3 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ 

Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા

Stree 2 Box Office Collection Day 4: 'સ્ત્રી 2'નું બોક્સ ઓફિસ પર તોફાન, ચાર દિવસમાં કરી 200 કરોડ રૂપિયાની કમાણી

ABP Premium

વિડિઓઝ

Wayanad Landslides CCTV | 400થી વધુ લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલનના સીસીટીવી આવ્યા સામેAhmedabad Crime | ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો ફોન | કહ્યું, ઘરમાં લૂંટારા ત્રાટક્યા છેKolKata Doctor Case | કોલકાતા હત્યાકાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આવતી કાલે હાથ ધરાશે સુનાવણીGujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ, જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 
દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 
Weather Update: દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, આ 3 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ 
Weather Update: દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, આ 3 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ 
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Stree 2 Box Office Collection Day 4: 'સ્ત્રી 2'નું બોક્સ ઓફિસ પર તોફાન, ચાર દિવસમાં કરી 200 કરોડ રૂપિયાની કમાણી
Stree 2 Box Office Collection Day 4: 'સ્ત્રી 2'નું બોક્સ ઓફિસ પર તોફાન, ચાર દિવસમાં કરી 200 કરોડ રૂપિયાની કમાણી
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV

Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત

News: ક્રૂરતાની તમામ હદો પાર, આ દેશમાં મહિલાઓ સાથે થઇ રહ્યું છે દુષ્કર્મ, વિરોધ કરનારાઓ પર ફાયરિંગ, 85ના મોત

Embed widget