Gujarat: એપ્રિલમાં વાતાવરણ પલટાવવાની મોટી આગાહી, ક્યાં થશે હીટવેવ અને ક્યાં પડશે વરસાદ ?
Ambalal Patel Forecast News: ગુજરાતમાં જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે

Ambalal Patel Forecast News: સમગ્ર દેશમાં ઉનાળો બરબર જામ્યો છે, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, અને ભરઉનાળે ફરી કમોસમી વરસાદ આવવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની છે આગાહી સામે આવી છે. ગુજરાતમાં હજુ ગરમી વધવાની આગાહી કરાઈ કરાઈ છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. રાજ્યના નવ શહેરોમાં સોમવારે 40 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચી ગયું છે. આગામી 3 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. આ વચ્ચે આજે કચ્છમાં ગરમીનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે, તેમને જણાવ્યું કે, આગામી 11 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળાના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. 10 થી 18 મે સુધીમાં આરબ દેશોમાંથી આવતી આંધી તુફાનો થવાની શક્યતા છે. જેની અસરને પગલે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી શક્યતા છે. 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલે જણાવ્યું કે, બંગાળ સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનશે. અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી,સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલ્ટો આવશે. હાલમાં ગુજરાત અને દેશમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે. મોટાભાગના શહેરો બપોરે અગનભઠ્ઠી બની રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભીષણ ગરમીએ લોકોને અકળાવ્યા છે.





















