સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી
આજે રાજકોટ(Rajkot), ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ(Kutch) જીલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે. રાજકોટ(Rajkot)માં કાળઝાળ ગરમીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર(Saurashtra)માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાત(Gujarat)માં હવે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે રાજકોટ(Rajkot), ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ(Kutch) જીલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે. રાજકોટ(Rajkot)માં કાળઝાળ ગરમીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર(Saurashtra)માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ભારે તાપથી બચવા લોકો ઠંડા પીણા પી રહ્યા છે. રાજ્યમાં ઉનાળો આકરો બન્યો છે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથવાત જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કાળઝાળ ગરમીમાં વધારો થશે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ(Hitwave)ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
રાજકોટમાં સવારે થોડી રાહત બાદ 11 વાગ્યાથી ગરમી એકદમ જ વધવા માંડી હતી અને બપોરે તો ડામરના માર્ગો પરથી વરાળ ઉઠતી હોય તેવું લાગી રહ્યું હતું. 42 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતભરમાં હોટેસ્ટ બની રહેલા રાજકોટમાં બપોરે લોકોની અવરજવર ઓછી થઇ ગઇ હતી.
હવામાન વિભાગે આગામી શુક્રવાર અને શનિવારે રાજકોટ, પોરબંદર તથા ગીર સોમનાથ(Gir somnath) જિલ્લામાં હીટ વેવ રહેવાની આગાહી સાથે લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે. સૌરાષ્ટ્ર(Saurashtra)માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ(Heatwave)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ભારે તાપથી બચવા લોકો ઠંડા પીણા પી રહ્યા છે.
દેશના ઘણા ભાગોમાં અત્યારથી જ ભીષણ ગરમી પડી રહી છે. સૌથી વધુ અસર ગ્રસ્ત ઓરિસ્સા છે. અહીં સૂર્યદેવતા એકદમથી મહેરબાન થઈ ગયા ત્યારબાદ અહીંનો પારો 44 ડિગ્રી પાસે પહોંચી ગયો છે. વળી, ઓરિસ્સા(Orissa) સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે હીટવેવ(Heatwave)ની ચેતવણી જાહેર કરવામાં આવી છે.