શોધખોળ કરો

Rain Forecast: આજે આ 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં-ક્યાં પડશે ?

Rain Forecast: રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ઉતરતો ભાદરવો પણ ભરપૂર થઇ શકે છે. આજે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યુ છે

Rain Forecast: રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ઉતરતો ભાદરવો પણ ભરપૂર થઇ શકે છે. આજે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યુ છે. ગઇકાલથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલે રાજ્યમાં કુલ 181 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ હતુ. હવે આજે પણ ફરી એકવાર 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જાણો અહીં...

વરસાદની આગાહી પ્રમાણે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આશંકા સેવાઇ રહી છે, આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. આજે વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ડાંગ, નવસારી, ભાવનગરમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, વડોદરામાં આજે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે, અમદાવાદ, આણંદ, અમરેલી, તાપી, ભરૂચ, નર્મદામાં આજે યેલો એલર્ટ અપાયુ છે. આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. 

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આજે વરસાદની આગાહી કરી છે, આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે. આજે અમદાવાદ, મધ્ય ગુજરાત, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ અનુસાર,  આગામી નવરાત્રિની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ પડશે. શરદ પૂનમના દિવસે પણ વરસાદી માહોલ રહેશે. ખાસ વાત છે કે, આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે અને 5થી 10 ઈંચ વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 

મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી

IMD એ બુધવાર, 25 સપ્ટેમ્બર માટે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં વીજળી અને પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન, રાયગઢ માટે માત્ર 25 સપ્ટેમ્બર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને વીજળી અને ભારે પવન સાથે ગાજવીજ વરસાદની અપેક્ષા છે. IMD એ મંગળવારે દક્ષિણ બંગાળના મોટાભાગના જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, જ્યારે ઘણા જિલ્લાઓમાં મોટા વિસ્તારો હજુ પણ પૂરના પાણીમાં ડૂબેલા છે.

દેશના અન્ય ભાગોની સ્થિતિ

હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. નીચા દબાણના વિસ્તારને કારણે, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવામાં 26 સપ્ટેમ્બર સુધી, મધ્ય મહારાષ્ટ્રમાં 25 અને 26 સપ્ટેમ્બરે અને ગુજરાતમાં 26 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદ (20 સેમીથી વધુ) થવાની સંભાવના છે. આ સિવાય ઉત્તર-પૂર્વ ભારતના ઘણા ભાગોમાં આગામી થોડા દિવસો સુધી મુશળધાર વરસાદની આશંકા છે. 

આ પણ વાંચો

Gujarat Rain: 24 કલાકમાં 181 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ, વાંચો તમામ ડિટેલ્સ...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Embed widget