(Source: ECI/ABP News/ABP Majha)
Rain Alert: આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, જાણો હવાામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: આગામી 5 દિવસ દરમિયાન માછીમારોને (fishermens) દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, પવનની ગતિ 35/45 કિમી આસપાસ રહેશે. રાજ્યમાં હજુ પણ વરસાદની 2 ટકા ઘટ છે.
Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
ભારે વરસાદની આગાહી:
- ભરૂચ
- ભાવનગર
- બોટાદ
- વલસાડ
- ધમંડ
- દાદરા નગર હવેલી
હળવા થી મધ્યમ વરસાદની આગાહી:
- નવસારી
- ડાંગ
- તાપી
- સુરત
- નર્મદા
- વડોદરા
- અમદાવાદ
- આણંદ
- સુરેન્દ્રનગર
- રાજકોટ
- અમરેલી
- બનાસકાંઠા
- સાબરકાંઠા
- પાટણ
- મહેસાણા
- ગાંધીનગર
- જામનગર
- ગીર સોમનાથ
- જુનાગઢ
- દીવ
- છોટાઉદેપુર
સામાન્ય વરસાદની આગાહી:
- અરવલ્લી
- મહીસાગર
- દાહોદ
- પંચમહાલ
- ખેડા
- મોરબી
- દેવભૂમિ દ્વારકા
- પોરબંદર
- કચ્છ
ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (cycloni circulation system) સક્રિય થઈ છે. જેના કારણે આજે અમદાવાદમાં ભારે વરસાદની (heavy rain fall) આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન માછીમારોને (fishermens) દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, પવનની ગતિ 35/45 કિમી આસપાસ રહેશે. રાજ્યમાં હજુ પણ વરસાદની 2 ટકા ઘટ છે.
ગુજરાતના (Gujarat)ના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું (heavy rain alert) હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow alert) તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી છે.
આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી સામાન્ય વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં આ સિઝનમાં કુલ સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિઝનમાં અમદાવાદ શહેરમાં માત્ર 26 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.