શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઠંડીથી મળશે રાહત, ત્રણ દિવસ બાદ પડશે હાડ થીજાવતી ઠંડી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીથી રાહત મળી શકે છે. જો કે ત્રણ દિવસ બાદ હાડ થીજાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર ઓછું રહેશે. જો કે ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તેવી સભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનના પારો બેથી ત્રણ ડિગ્રી નીચે આવતા ઠંડીનું પ્રમાણ ઘટી જશે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વર્તાશે. ત્રણ દિવસ બાદ ખાસ કરીને કચ્છ અને નલિયામાં ઠંડીનું પ્રમાણ વધશે.
ગત સપ્તાહ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો. રાજ્યના 7 શહેરોમાં લધુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગયો હતો. નલિયામાં તાપમાનનો પારો ગગડતા લોકોએ હાજ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો. ગત સપ્તાહ નલિયાનું તાપમાન સરેરાશ 4.3 ડિગ્રી નોંઘાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement