શોધખોળ કરો

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતાં નદીમાં પૂર જેવી સ્થિતિ, કેટલા ગામનો કરાયા એલર્ટ? જાણો

Gujarat Rains: નર્મદા નદીમાં પાણી છોડાતાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 52 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરા અને ભરૂચમાં NDRFની એક-એક ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે.

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં પાણી છોડાતાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 52 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરા અને ભરૂચમાં NDRFની એક-એક ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી છે. જ્યારે હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભરૂચ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટે પહોંચ્યું છે. જેને કારણે નદીકાંઠાના 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 9.27 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા ડેમમાં પાણી છોડાતાં સૌથી વધુ અસર ભરૂચ જિલ્લામાં જોવા મળશે. ઓમકારેશ્વર ડેમમાંથી પાંચ લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી ત્રણ લાખથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી એક હજાર મેગાવોટ વીજળી પણ ઉતપન્ન થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જ્યારે 8,13,599 ક્યુકેસ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નદી કાંઠા અને જિલ્લાના 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમ નજીકના ગરૂડેસ્વર તાલુકાના ગભણા, કેવડિયા અને વસંતપુરા આમ 3 ગામમાંથી 10 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીમાં વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget