શોધખોળ કરો
Advertisement
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે.
ગાંધીનગર: આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. આ આગાહી હવામાન વિભાગે તરફથી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના વ્યકત કરી છે.
હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જો કે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ 135 ટકા જેટલો વરસાદ નોધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement