ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, ચોમાસાને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
જો કે, હાલ દક્ષિણ-પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તો પવન ફૂંકાવાના કારણે ગરમીથી આંશિક રાહત મળશે.

ગાંધીનગરઃ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું મોડું બેસશે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસું 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પણ પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસું બે-ત્રણ દિવસમાં બેસે તેવું અનુમાન છે. જેથી ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસું બેસવાની શક્યતા નથી. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતા વહેલું ચોમાસું બેસે તેવા હાલ કોઈ સંજોગો નથી. જો કે, હાલ દક્ષિણ-પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તો પવન ફૂંકાવાને લઈ ગરમીથી આંશિક રાહત મળશે.
બસમાં સીટ માટે બે મહિલાઓમાં થયો ઝઘડો, એક બીજાને થપાટો મારી વાળ ખેંચ્યા
Chandigarh: પંજાબ રોડવેઝની બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી શરૂ થઈ ગઈ છે. ભગવંત માનની સરકારે પંજાબમાં મહિલાઓને રોડવેઝ બસોમાં મફત મુસાફરીની સુવિધા આપી હતી, પરંતુ તે મુજબ રોડવેઝ બસોની સંખ્યામાં વધારો કર્યો નથી. પરિણામે બેઠકોનો અભાવ લોકો માટે નવી સમસ્યા બની હતી.
ગરમીના કારણે જ્યાં લોકો પહેલેથી જ પરેશાન છે ત્યાં બસમાં સીટોના અભાવે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. લેટેસ્ટ વીડિયો પંજાબ રોડવેઝ બસનો છે. પંજાબ રોડવેઝમાં એક સીટ માટે બે મહિલાઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલમાં જ સામે આવ્યો છે.બસમાં સીટ માટે બે મહિલાઓમાં ઝઘડો થયો, જેમાં આ મહિલાઓએ એક બીજાને થપાટો મારી અને વાળ ખેંચ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો-
આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા અને એક આધેડ મહિલા રોડવેઝની બસમાં સીટ માટે જોરદાર લડાઈ કરી રહેલી દેખાઈ રહી છે. બસ સ્ટેન્ડ પર ઉભેલી બસમાં બંને વચ્ચેની લડાઈ દરમિયાન લોકો તમાશો જોઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાના મોબાઈલથી વીડિયો પણ બનાવી રહ્યા છે. વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી, પરંતુ બસમાં બેઠેલી એક નવપરિણીત અને અન્ય કેટલીક મહિલાઓ લડતી બે મહિલાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારી બસમાં બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચી રહી છે તેમાં અન્ય તમામ મુસાફરો પણ મહિલાઓ છે.





















