શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતીઓ સાવધાન! ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જોકે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણે વધશે.
અમદાવાદ: હાલ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુરૂવારે ગુજરાતનાં કચ્છ અને ઉત્તર ગુજરાત કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, શનિવારથી ઠંડીનું જોર વધી જશે અને ઠંડીમાં વધારો જોવા મળશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જોકે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણે વધશે. આવતીકાલથી ગુજરાતમાં 4થી 5 ડિગ્રી લધુત્તમ ઘટશે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ઉત્તરમાંથી ઠંડો પવન ફૂંકાશે. જેને લઈને આવતીકાલથી ઠંડીનો અહેસાસ થશે.
ગુરૂવાર સાંજે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેને લઈને ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાં શીત પ્રકોપનો કહેર યથાવત જોવા મળ્યો છે. હાલ ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજી ઠંડી વધવાની શક્યતા વ્યકત કરાઇ છે. ઉત્તર ભારતમાં છેલ્લા ઘણાં દિવસોથી થઈ રહેલી હિમવર્ષા પગલે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો જેને ઠંડીમાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion