શોધખોળ કરો
આ વખતે ગુજરાતીઓની દિવાળી બગડશે? વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ખેડૂતો માટે ફરી નિરાશાભર્યાં સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાંક ભાગો વરસાદ ઝાપટાંની આગાહી કરી છે.

અમદાવાદ: ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે ગુજરાતના આંગણે છેલ્લા છેલ્લા કેટલાંક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યાં સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાંક ભાગો વરસાદ ઝાપટાંની આગાહી કરી છે. પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. અરબી સમુદ્ગમાં પ્રેસર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિવાય દિવાળીમાં દરિયામાં ઉદ્દભવેલું વાવઝોડું દિવાળીમાં વિધ્ન બની શકે છે. દરિયાઇ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અસર થવાની સંભાવના જોવા મળી રહી છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડાં સાથે વરસાદની શક્યતા બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો તો ખેડૂતોના પાકને ખુબ જ મોટું નુકસાન થશે. પોરબંદરના દરિયામાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન 24 અને 25 ઓક્ટોબરે રાજ્યનાં કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 20થી 23મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં સક્રિય થનાર વરસાદી સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.
વધુ વાંચો





















