Gujarat Politics: અમરેલીમાં મારામારી બાદ, લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાએ શું આપી પ્રતિક્રિયા?
અમરેલીમાં ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. અહીં જિલ્લા ભાજપમાં ઉમેદારોના નામને લઇને મતભેદના કારણે મારામારી થઇ છે.
Loksabha Election 2024: અમરેલી જિલ્લા ભાજપમાં ઉમેદવારના નામને લઇને વિવાદ સર્જાયો છે. અહીં ઉમેદવારને બદવા માટે જિલ્લા ભાજપમાંથી માંગણી થઇ રહી છે. તો બીજી તરફ લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં એક જુથ છે આમ એક જ પાર્ટીમાં જુથબંધી જોવા મળી રહી છે. ઉમેદવારને બદલવાને લઇને કાલે પોસ્ટર પર લાગ્યા બાદ ગત રાત્રે ઉમેદવારને બદલવાની માંગણી કરતા હિરેન વિરડીયા પર હુમલો થયો છે.સમગ્ર મામલો ગરમાતા સાંસદ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જો કે તેમની સાથે પણ ઝપાઝપી થઇ હોવાના અહેવાલ છે. આ બધાની વચ્ચે ભાજપે જાહેર કરેલા અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુરતિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. અમરેલીમાં પોસ્ટર વિવાદ અને મારામારી બાદ ઉમેદવાર ભરત સુતરીયાએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે”
પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા
અમરેલીમાં એક બાજુ ઉમેદવારના નામને લઇને જિલ્લા ભાજપમાં જ મતભેદ સર્જાતા બે જુથ પડી ગયા છે તો પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ”
ટિકિટના કકળાટ વચ્ચે ભાજપ નેતાનો બળાપો
ભાજપની શિસ્તબંધ કહેવાતી પાર્ટીમાં પણ ઉમેદવારોના નામને લઇને વિખવાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ભાજના નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા કહ્યું કે, “'રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ''પક્ષ પ્રત્યેની નિષ્ઠા,વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ,જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયજનક, જે મેરીટ ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે”