શોધખોળ કરો

ગુજરાતમાં અહમદ પટેલના નિધનથી ભાજપને શું થશે રાજકીય ફાયદો ?

કોંગ્રેસના એહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી આ બંને બેઠકો ખાલી પડયાનું રાજ્યસભા સચિવાલયે બુધવારે જાહેર કર્યું છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. ભારદ્વાજની બેઠક ભાજપ પાસે જ હતી પણ અહમદ પટેલના નિધનથી ભાજપને રાજકીય ફાયદો થયો છે કેમ કે તેની રાજ્યસભામાં એક બેઠક વધી જશે. ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં બહુમતી છે તેથી આ બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી થશે અને ભાજપ બંને બેઠકો જીતી જશે. કોંગ્રેસના એહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી આ બંને બેઠકો ખાલી પડયાનું રાજ્યસભા સચિવાલયે બુધવારે જાહેર કર્યું છે. આ બંને બેઠકો માટે એક સાથે, એક જ દિવસે પણ અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. તેના કારણે કોંગ્રેસના હાથમા એક પણ બેઠક નહિ આવે. જૂલાઈ 2019માં યોજાયેલી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં આ રીતે જ ચૂંટણી કરાઈ હતી. આ અંગેનો કેસ સુપ્રિમમાં કેસ પેન્ડિંગ છે ત્યારે એક સાથે ચૂંટણીની શક્યતા નહિવત છે. એહમદ પટેલના ટર્મ 18 ઓગસ્ટ 2023 સુધી હતી. જ્યારે અભય ભારદ્વાજની ટર્મ 21 જુન 2026ના રોજ પુર્ણ થતી હતી. રાજ્યસભાએ ગુજરાતમાં 11૧ પૈકી ૨ બેઠકો ખાલી થયાનું જાહેર કર્યા બાદ સવા મહિનામાં પેટા ચૂંટણી થશે. જૂલાઈ 2019ની ચૂંટણીથી અલગ આ વખતે બેઉ બેઠકોની ટર્મ અને ખાલી થવાનાં કારણો અલગ અલગ છે પણ સુપ્રિમમાં કેસ હોવાથી એક સાથે ચૂંટણી નહિ થાય તેથી ભાજપને બહુમતીના જોરે બંને બેઠકો સરળતાથી મળશે. 2019ની ચૂંટમીમાં લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદપદેથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો ખાલી થવા સંદર્ભે એક દિવસના અંતરે એક પછી એક નોટિફિકેશન જાહેર થયા અને તેના આધારે ચૂંટણી પંચે એક જ ટર્મની બે બેઠકો માટે એક જ દિવસે બે અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી જાહેર કરી હતી. કોંગ્રેસે આ ચૂંટણીને સુપ્રિમ પડકારી છે, હાલ કોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવેલી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર

350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

Embed widget