શોધખોળ કરો
Advertisement
આઈશાને આપઘાત કરવા મજબૂર કરનારા પતિ આરીફને પોલીસે ક્યાંથી ઝડપ્યો ? ક્યાં આવેલો ને પોલીસના હાથ ચડી ગયો ?
સોમવારે મોડી રાત્રે પાલીમાં સંબંધીના લગ્નપ્રસંગમાં આરીફ આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં પહોંચીને આરિફને ઝડપી લીધો હતો. આજે મંગળવારે આરીફને અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદઃ રાજસ્થાનમાં પરણાવેલી અમદાવાદની યુવતી આઈશા મકરાણીને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિ આરિફ ખાનને પોલીસે ઝડપી લીધો છે. આરીફની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરાઈ છે. અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફને પકડવા માટે ધામા નાંખીને પડી હતી અને તેની શોધખો કરી રહી હતી.
સોમવારે મોડી રાત્રે પાલીમાં સંબંધીના લગ્નપ્રસંગમાં આરીફ આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં પહોંચીને આરિફને ઝડપી લીધો હતો. આજે મંગળવારે આરીફને અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદના વટવામાં રહેતી આઈશાએ 25 ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને પોતે મરી જવા માગે છે એવું કહ્યું હતું. જિંદગીના અંત પહેલાં આઈશાએ વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતા લિયાયકતએલી મકરાણીએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion