ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં ક્યા 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે ? જાણો શું છે મોટું કારણ ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. હાલમાં લો-પ્રેશર મધ્યપ્રદેશ પર છે પણ ગુજરાત તરફ આવી રહ્યું છે
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લે છેલ્લે પડેલા વરસાદના કારણે લોકોમાં રાહત છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. હાલમાં લો-પ્રેશર મધ્યપ્રદેશ પર છે પણ ગુજરાત તરફ આવી રહ્યું છે અને આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે. આ લો-પ્રેશર 48 કલાકમાં નબળું થતું જશે તેના કારણે ણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે.
આ લો પ્રેશરના કારણે મધ્ય પ્રદેશમાં શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહેશે. તેના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
હાલની આગાહીના આધારે હવામાન વિભાગે શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો થશે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ પડ્યો છે. હોદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
આજથી આઇપીએલ શરૂ, CSK અને MIની આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન, કોણ જીતી શકે છે, જાણો વિગતે
Punjab New CM: પંજાબમાં મુખ્યમંત્રીના નામ પર સૌની નજર, જાણો કોણ કોણ છે રેસમાં
પંજાબમાં સિદ્ધૂ-સુનિલ નહીં પણ સોનિયાની નજીકમાં આ મહિલા નેતાને મુખ્યમંત્રીપદ અપાય એવી અટકળો, જાણો વિગત