શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ ચાર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો, જાણો સૌથી ઓછા કેસ કયા જિલ્લામાં નોંધાયા ?
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4367 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર અને નવસારી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. બનાસકાંઠા, ભાવનગર, મહિસાગર, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 700 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.88 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,557 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion