શોધખોળ કરો
Advertisement
કપરાડામાં ક્યા દિગ્ગજ નેતાએ પોતાના સાળાને અપક્ષ ઉભો કરી દેતાં ભાજપના જીતુ ચૌધરીની હાલત ખરાબ ?
આ વિસ્તારના આદિવાસીઓમાં ડેલકરનો સારો પ્રભાવ છે તેથી તેમનો સાળો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના સારા એવા વોટ તોડશે એવું મનાય છે.
વલસાડઃ ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને રાજીનામું આપાવીને લઈ આવી અને કપરાડામાં ઉમેદવાર તો બનાવ્યા પણ દક્ષિણ ગુજરાતના એક દિગ્ગજ નેતાની ચાલે ચૌધરીની હાલત બગાડી નાંખી છે.
કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીનો ખેલ બગાડવા માટે દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે પોતાના સાળા પ્રકાશ પટેલને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. ડેલકર અગાઉ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે તેથી ભાજપ તરફથી ડેલકરના સાળાને બેસાડી દેવા ભરપૂર કોશિશ થઈ હતી પણ ડેલકરે સાળાને ના બેસાડતાં ચૌધરી માટે કપરાં ચઢાણ છે. આ વિસ્તારના આદિવાસીઓમાં ડેલકરનો સારો પ્રભાવ છે તેથી તેમનો સાળો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના સારા એવા વોટ તોડશે એવું મનાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement